પ્રસ્તાવના અને પરિચય
સમગ્ર શ્રી કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિઓ સારી રીતે નિભાવી શકાય અને તેન જરૂરિયાતો સારી રીતે સંતોષી શકાય તે ઉદે્શે મધ્યસ્થ સંસ્થા હોવી જોઈએ એવો વીચાર 1985 માં મુંબઈ મહાજનશ્રીના પ્રમુખ શ્રી રાજેન્દ્ર મણીલાલ ખોનાને આવતાં તેમણે સાથી પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને વ્યવસ્થાપક સમિતિ સમક્ષ સજુઆત કરી અને મધ્યસ્થ સંથાનું માળખું તૈયાર કરવા સમિતિની સચના કરી.
1990
રચાયેલ સમિતિએ શ્રી વરિષ્ઠ કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિજનો સમક્ષ સુધારાવધારા સૂચવવા પ્રકાશિત કર્યુ. જ્ઞાતિ પાસેથી આવેલ સૂચનોને બંધારણમાં સમાવેશ કરીને જ્ઞાતિના બધા જી મહાજનોને મોકલવામાં આવ્યા અને તા.૧૫-૧૨-૧૯૯૦ ના રોજ બધા મહાજનોની અભામાં સમસ્ત મહાજનનું બંધારણ પાસ થયું જે જ્ઞાતિના ત્રીજા સંમેલન (તા.૧૩ થી તા. ૧૫ ડિસેમ્બર ૧૯૯૧) માં સર્વાનુંમતે મંજૂર સહ્યું. સંમેલનના પ્રમુખને જીરૂરી કાર્યવાહી કરવા સત્તા આપવામાં આવી અને ચેરીટી કમિશનરની કચેરીમાં રજીસ્ટર કરવામાં આવ્યુ.
શ્રીરાજેન્દ્રભાઈ ખોના મુંબઈ મહાજનના પ્રમુખપદેથી નિવ્રુત થતાં બદલાયેલા સંજોગોમાં કાર્યવાહી ન થતાં સમસ્ત મહાજન સુષુપ્રતાની ગર્તામાં ધકેલાઈ ગયું. બે મેનેજિંગ ટ્રસ્ટીનું અવસાન થતાં અને ત્રીજા મે.ટ્રસ્ટીનો કાર્યકાળ સમાપ્ત થતાં ડીફંડ થઈ ગયું.
2008
ની આસપાસ જ્ઞાતિના આગેવાને દ્વારા શ્રી સમસ્ત મહાજનને પુન; કાર્યાન્વિત કરવાની પ્રક્રિયા શ્રી તિલોકચંદભાઈ દંડની આગેવાનીમાં આરંભ, શ્રી રાજેન્દ્રભાઈએ મહાસમિતિનું ગઠન કરીને ટ્રસ્ટીઓની સભા તા.૫-૬-૨૦૧૦ ના શ્રી ભુપેન્દ્રભાઈની ઓફિસમાં વાશી મુકામે બોલાવી, જેમાં ત્રણ મે.ટ્રસ્ટીઓ તરીકે શ્રી તિલોકચંદભાઈ નરશી દંડ, શ્રી ભુપેન્દ્ર મુરજી દંડ, શ્રી મહેન્દ્ર મેધજી મોમાયા નીમાયા અને ચીમનભાઈ મેધજી મોતા સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા. ૫ વર્ષની નવી પહેલી ટર્મમાં સમસ્ત મહાજને જ્ઞાતિમાં પોતાના અસ્તિત્વની હાજરી નોંધાવી પાયાના કાર્યો કર્યા. હાલમાં સમયાનુસારે મહાસમિતિની સભાઓ મળે છે. દર એક/બે મહિને ટ્રસ્ટ બોર્ડની સભાઓ મળે છે અને જ્ઞાતિનિ વિવિધ સંસ્થાઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા કાર્યવાહી થાય છે. અકસ્માત મૃત્યુ માટે ઈન્સ્યુરન્સની સુવિધા પણ આપવામાં આવી. ૨૦૧૬ માં મહાસમિતિ તથા ટ્રસ્ટ બોર્ડની મુદત પૂરી થતા બંધારણ પ્રમાણે પુન; મહાસમિતિ તેમજ ટ્રસ્ટ બોર્ડનું ગઠન થયું.
2018
મે માં શ્રી ચીમનભાઈ મોતાએ રાજીનામું આપતા યુવા અને હોંશીલા દીર્ધદ્રષ્ટિ ધરાવતા અને ભવિષ્યનું પ્લાનિંગ જાણતા વડોદરાના શ્રી નીશિથ આણંદીલાલ દંડ સેક્રેટરી જનરલ નીમાયા અને અઠવાડિયામાં જ સમસ્ત મહાજનના સ્વતંત્ર કાર્યાલયનું મે.ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ લોડાયા અને મે.ટ્રસ્ટી શ્રી કિર્તીભાઈ ધરમશીના સહાયે ઉદ્દધાટન થયું.